સુવિચાર

સુવિચાર :- -શિક્ષણ એ ચેતનાનો ફુવારો છે, સંવેદનાની ખેતી છે.ોચ્યા તેમાં કશું ઉગાડી ન શકો. - વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે. - ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે. - કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !

Tuesday, January 21, 2014

> GURUJI KI "FB" PATHSHALA
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી સશક્‍તિકરણ અને સુવિધા માટે ‘વિદ્યાર્થી પહેલ' નામે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રાજ્‍યની ૩૨૫ જેટલી સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓમાં દર વર્ષે રૂપિયા એક એક લાખ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષથી જ તેનો અમલ થઈ ગયો છે.
સરકારી શાળાઓમાં ઓછામાં ઓછા ૧૦ વિદ્યાર્થીઓની સમિતિ બનાવી વાર્ષિક રૂપિયા એક લાખ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ શાળામાં શૈક્ષણિક કે માળખાકીય સુવિધા વધારવામાં કરી શકશે. વિદ્યાર્થીઓ સૂચવે તે મુજબ ખરીદી અને ચૂકવણુ સરકારી નીતિ-નિયમોને આધીન કરવાનું રહેશે. શાળાઓને મળતી સરકારી ગ્રાંટ ઉપરાંતની આ વધારાની સહાય રહેશે જેના વપરાશનો નિર્ણય સામુહિક રીતે વિદ્યાર્થીઓના હાથમા છે. નાણાના અભાવે વિદ્યાર્થીઓને ખૂટતી સુવિધા આ નવી યોજનાથી પુરી કરી શકાશે.

No comments:

Post a Comment