> GURUJI KI "FB" PATHSHALA
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી સશક્તિકરણ અને સુવિધા માટે ‘વિદ્યાર્થી પહેલ' નામે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રાજ્યની ૩૨૫ જેટલી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં દર વર્ષે રૂપિયા એક એક લાખ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષથી જ તેનો અમલ થઈ ગયો છે.
સરકારી શાળાઓમાં ઓછામાં ઓછા ૧૦ વિદ્યાર્થીઓની સમિતિ બનાવી વાર્ષિક રૂપિયા એક લાખ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ શાળામાં શૈક્ષણિક કે માળખાકીય સુવિધા વધારવામાં કરી શકશે. વિદ્યાર્થીઓ સૂચવે તે મુજબ ખરીદી અને ચૂકવણુ સરકારી નીતિ-નિયમોને આધીન કરવાનું રહેશે. શાળાઓને મળતી સરકારી ગ્રાંટ ઉપરાંતની આ વધારાની સહાય રહેશે જેના વપરાશનો નિર્ણય સામુહિક રીતે વિદ્યાર્થીઓના હાથમા છે. નાણાના અભાવે વિદ્યાર્થીઓને ખૂટતી સુવિધા આ નવી યોજનાથી પુરી કરી શકાશે.

No comments:
Post a Comment